ફિલ્મ જગત
News of Tuesday, 20th April 2021

સરગુનને કારણે સપના સાકાર થયાનું કહે છે રવિ

અભિનેતા રવિ દુબે ટીવી પરદે સતત પોતાના અભિનયને લીધે દર્શકોના દિલમાં રહે છે. અભિનય ઉપરાંત એન્કરીંગ પણ કરતો રહેતો રવિ નિર્માતા પણ છે. એવું કહેવાય છે કે એક સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. રવિ દુબે આ વાતને સાચી ઠેરવીને કહે છે કે મારી સફળતાનો શ્રેય હું મારી પત્નિ સરગુન મહેતાને આપુ છું. અગિયાર વર્ષથી રવિ અને સરગુન સાથે છે. રવિ કહે છે મારા જીવનમાં જે કંઇ સમૃધ્ધી આવી છે તે પત્નિ તરીકે સરગુને મારા જીવનમાં પ્રવેશ કર્યો એ પછી જ આવી છે. રવિ અને સરગુન ટીવી ઇન્ડસ્ટ્રીમાં અનેક કપલ્સની પ્રેરણા બનતા રહે છે. આ બને હમેંશા સુંદર અને સંતુલીત જીવન માટે જાણીતા છે. નિર્માતા તરીકે પણ રવિની શરૂઆત સારી રહી છે. રવિ કહે છે જ્યારથી સરગુન મારા જીવનમાં આવી છે મારા દરેક સપના સાકાર થઇ રહ્યા છે. હવે રવિ આગામી સમયમાં પિયુષ મિશ્રા અને રવિ કિશન સાથેની સિરીઝ મત્સ્યકાંડમાં જોવા મળશે.

(10:18 am IST)