ક્રાઇમ થ્રિલરનું દિપક સાથે શુટીંગ શરૂ કર્યુ વિક્રાંતે
અભિનેતા વિક્રાન્ત મેસી હાલમાં સતત વ્યસ્ત છે. તેણે વધુ એક ફિલ્મનું શુટીંગ શરૂ કર્યુ છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મમાં તેની સાથે દિપક ડોબરીયાલ છે. સેક્ટર-૩૬ નામની આ ક્રાઇમ થ્રિલર ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન કરી રહ્યા છે. અગાઉ તેમણેસ્ત્રી, મીમી, બદલાપર સહિતની હિટ ફિલ્મો આપી છે. ‘સેક્ટર ૩૬'નું નિર્દેશન‘તલવાર'ના રાઇટર આદિત્ય નિમ્બાલકર સંભાળી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત એક સ્પેશ્યલ વિડિયો દ્વારા કરવામાં આવી છે. એ વિડિયોમાં એક વાંદાને આમ-તેમ ફરતો દેખાડવામાં આવે છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર મુકીને વિક્રાન્ત મેસીએ કેપ્શન આપી હતી, ‘વાસ્તવિક ઘટના પર આધારિત ક્રાઇમ-થ્રિલર ‘સેક્ટર ૩૬'ને દિનેશ વિજન પ્રેઝન્ટ કરી રહ્યા છે. એમાં અદભૂત દીપક ડોબરિયાલ જોવા મળશે. બોધયન રોયચૌધરીએ એની સ્ટોરી લખી છે.