ફિલ્મ જગત
News of Tuesday, 20th July 2021

જિમ્‍મી નિરાશ થયો

અભિનેતા જિમ્‍મી શેરગીલ બોલીવૂડમાં અને પંજાબી ફિલ્‍મોમાં સક્રિય રહ્યો છે. હાલના સમયમાં તે ડિજીટલ પ્‍લેટફોર્મ પર વેબ સિરીઝ પણ કરી રહ્યો છે. જિમ્‍મીની ફિલ્‍મ કોલર બોમ્‍બ તાજેતરમાં ડિજીટલ પ્‍લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જેમાં તેણે હિમાચલ પ્રદેશના પોલીસ અધિકારીનો રોલ નિભાવ્‍યો છે. દર્શકોને ફિલ્‍મ પણ ગમી છે અને જિમ્‍મીનો અલગ રોલ પણ પસંદ પડયો છે. જો કે જિમ્‍મી નિરાશ છે, નિરાશાનું કારણ પણ અલગ જ છે. તે કહે છે ફિલ્‍મનું પ્રમોશન હાલના દિવસોમાં થઇ શકતું નથી એ કારણે હું નિરાશ થયો છું. લોકોની વચ્‍ચે જઇને હાલના સંજોગોમાં પ્રમોશન કરવું શક્‍ય નથી. આ કારણે હું દુઃખી થઇ રહ્યો છું. નવી ફિલ્‍મ આવતી હોય ત્‍યારે બહાર જઇને લોકો સાથે ચર્ચા કરવી એમાં ખૂબ મજા આવે છે. પ્રમોશન્‍સ વખતે સારું પણ લાગે છે. કારણ કે ત્‍યારે તમે દરેક લોકો સાથે સારો સમય પસાર કરી શકો છો. એ વખતે ઍક્‍ટર્સ પોતાની ફિલ્‍મ વિશે જણાવતાં ખૂબ ગંભીર બની જાય છે અને એવા સમયે ત્‍યાં હાજર અન્‍ય ઍક્‍ટર તેમનો ઉત્‍સાહ વધારે છે. આ બધી ક્ષણો સેટની બહાર માણવા મળે છે. મને -મોશન્‍સમાં જવાનું ગમે છે. જો કે પ્રમોશન્‍સ એકસાથે બે શહેરોમાં હોય તો એ થકવી દેનારું હોય છે.

(10:18 am IST)