ફિલ્મ જગત
News of Saturday, 20th August 2022

સોનમ કપૂરે આપ્યો પુત્રને જન્મ : કહ્યું 'અમારું જીવન હંમેશ માટે બદલાઈ ગયું'

મુંબઈ: સોનમ કપૂર અને આનંદ આહુજા તેમના પહેલા સંતાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સોનમ અને આનંદે આ વર્ષે માર્ચમાં પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. તેણે બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો શેર કરવામાં આવી હતી. સોનમ કપૂર માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ કપૂર પરિવારની ખુશીનો કોઈ પાર નથી. નીતુ કપૂરે એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ નોટ સોનમ કપૂરની માતા સુનીતા કપૂર દ્વારા ફરીથી શેર કરવામાં આવી છે. નીતુ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ સોનમ અને આનંદ માટે જારી કરાયેલ નિવેદન છે. દંપતીએ કહ્યું કે તેમનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે. તેણે ડોક્ટર્સ, મિત્રો અને પરિવારના સભ્યોનો આભાર માન્યો હતો.

(5:35 pm IST)