ફિલ્મ જગત
News of Saturday, 20th August 2022

તાપસી પન્નુની 'દોબારા' ઓનલાઈન લીક : બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ ખરાબ ઓપનિંગ

મુંબઈ: તાપસી પન્નુની ફિલ્મ 'દોબારા' રિલીઝ થયાના એક દિવસ બાદ જ પાયરસીનો શિકાર બની છે. આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને 20 ઓગસ્ટના રોજ આખી ફિલ્મ પાઈરેસી પોર્ટલ તમિલ રોકર્સ પર લીક થઈ હતી. આ સિવાય ફિલ્મ મૂવીરુલેઝ અને મેસેન્જર એપ્લિકેશન ટેલિગ્રામ પર પણ લીક થઈ છે. આ ફિલ્મ જોરદાર રીતે ડાઉનલોડ અને શેર કરવામાં આવી રહી છે.

(5:36 pm IST)