ફિલ્મ જગત
News of Monday, 20th September 2021

'બિગ બોસ ઓટીટી'થી પાછા ફર્યા પછી શિલ્પા શેટ્ટી બહેન શમિતા પર વરસાવ્યો પ્રેમ....

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટી કરણ જોહર દ્વારા આયોજિત બિગ બોસ ઓટીટીનો ભાગ હતી. 18 સપ્ટેમ્બરે શો સમાપ્ત થયા બાદ શમિતા શેટ્ટી લગભગ 42 દિવસ પછી તેના ઘરે પહોંચી. આ પછી હવે બહેન શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ઈન્સ્ટા પર શમિતા સાથે તેની કેટલીક તસવીરો શેર કરી અને પ્રેમની વર્ષા કરી.

(4:46 pm IST)