ઋતિક રોશને પોતાની ૨૫મી ફિલ્મની રિલીઝની ઉજવણી સાથે ડાન્સ સોન્ગ આલ્કોહોલિયા લોન્ચ
(કેતન ખત્રી), અમદાવાદઃ સુપરસ્ટાર ઋતિક રોશને ખૂબ જ ધામધૂમ અને ગેઈટી-ગેલેકસી સિંગલ સ્ક્રીન થિયેટરમાં પોતાની આગામી ફિલ્મ 'વિક્રમ વેધા'નું પ્રથમ ગીત 'આલ્કોહોલિયા' લોન્ચ કર્યું.પોતાના પ્રેક્ષકોના પ્રેમ અને ઉલ્લાસના સાક્ષી બનીને ઋતિક રોશને પોતાના ફર્સ્ટ ફેન એન્કાઉન્ટરની યાદ અપાવી, જે 'કહો ના.. પ્યાર હૈ'ની રિલીઝ પછી તરત જ 'ગેઇટી-ગેલેક્ષી'ખાતે થઈ હતી.ઋતિકે શેર કર્યું હતું કે,'વિક્રમ વેધા' ઋતિક રોશનની ૨૫મી ફિલ્મ તરીકે કારકિર્દીના માઈલસ્ટોનને ચિહ્નિત કરે છે, ત્યારે અભિનેતા સ્પાઇનલ સ્ટેનોસિસના પ્રારંભિક સ્વાસ્થ્ય નિદાન અને અચકાતી બોલીને યાદ કરીને ઉદાસ થઈ ગયા.કહોના પ્યાર હૈની રિલીઝ પહેલા મારા ડોકટરોએ મને જણાવ્યું હતું કે મારી તબિયત એટલી સારી નથી કે હું એકશન ફિલ્મો અને ડાન્સ ફિલ્મો કરી શકું. મેં આ નિદાનને એક પડકાર તરીકે લીધું અને મારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.