એમાં હરખાઇ જવાની જરૂર નહોતીઃ નવાઝુદ્દિન
નવાઝુદ્દિન સિદ્દીકીએ સાબિત કરી દીધું છે કે તે સાવ અલગ જ માટીનો છે. બોલીવૂડમાં સફળતા મેળવવા માટે તેણે વર્ષો સુધી ખુબ સંઘર્ષ કર્યો છે. હવે તેણે નામ-દામ અને ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. આમ છતાં તે માણસ તરીકે જરાય બદલાયો નથી. સ્ટારડમનો તે જરાપણ ઘમંડ કરતો નથી એમ કહી શકાય. નવાઝુદિન એ વાતે પણ સ્પષ્ટ છે કે તેને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરવાની જરાપણ ઘેલછા નથી. તેની પહેલી ઇંગ્લીશ ફિલ્મ નો મેન્સ લેન્ડ અતિ પ્રતિષ્ઠીત એવોર્ડ માટે નોમીનેટ થઇ હતી. તેને બધા અભિનંદન આપવા દોડ્યા ત્યારે તેણે હાંફળા ફાંફળા થવાને બદલે શાંતિથી આભાર માની દીધો હતો. આવા ઠંડા વલણ વિશે તેણે કહેલું કે આમાં હરખાઇ જવાની જરૂર નથી. અંગ્રેજી ફિલ્મોમાં કામ કરવું એ સફળતાનો માપદંડ હોય એવું મારા માટે જરાપણ નથી. નવાઝુદ્દિનની આવનારી ફિલ્મોમાં અદ્દભુત, સંગીન, જોગીરા સારારારા, ટીકુ વેડ્સ શેરૂ સહિતનો સમાવેશ થાય છે.