બાળપણમાં શોષણનો ભોગ બની હતી નીના ગુપ્તા
મમ્મી પોતાની જ ભૂલ કાઢશે એવા ડરથી તે તેમને કહેતાં ગભરાતી હતી
મુંબઇ,તા. ૨૦:નીના ગુપ્તાએ જણાવ્યું કે બાળપણમાં હું જયારે શારીરિક શોષણનો ભોગ બની હતી ત્યારે એ દ્યટના વિશે મમ્મીને કહેવાનો મને ડર લાગતો હતો. તેની સાથે અણછાજતું વર્તન કરનાર ડોકટર અને ટેલર હતો. આ કડવા અનુભવનો ઉલ્લેખ નીનાએ ઓટોબાયોગ્રાફી શ્નસચ કહું તોલૃમાં કર્યો છે. એ વિશે નીનાએ લખ્યું છે કે શ્નડોકટરે મારી આંખની તપાસ કરવાની સાથે મારા શરીરના અન્ય ભાગની પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી, જેની આંખ સાથે કોઈ લેવા-દેવા નહોતી. આ બધું થઈ રહ્યું હતું ત્યારે હું ખૂબ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ દ્યરે તો મને સૂગ ચડી રહી હતી. હું દ્યરના એક ખૂણામાં બેઠી રહેતી હતી અને રડ્યા કરતી હતી. જોકે આ બધું મારી મમ્મીને કહેવાની મારામાં હિમ્મત નહોતી ચાલતી, કારણ કે મને લાગતું હતું કે મમ્મી મને કહેશે કે તારી જ ભૂલ હશે. કદાચ તે એમ કહેત કે તેં જ તેને ઉકસાવ્યો હશે. આવું દ્યણી વખત મારી સાથે થયું હતું.