ફિલ્મ જગત
News of Saturday, 21st November 2020

સંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ

મુંબઈ: સંજય દત્તની આગામી ફિલ્મ 'તોડબાઝ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત નરગિસ ફાખરી અને રાહુલ દેવ પણ મહત્વની ભૂમિકામાં છે. શનિવારે નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેને અભિનેતા સંજય દત્તે પણ ટ્વિટર પર ચાહકો સાથે શેર કર્યો છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત સંજય દત્તથી થાય છે, જે શરણાર્થી કેમ્પમાં બાળકો માટે ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પ ખોલવા માંગે છે. ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્તને ક્રિકેટ કોચ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે ટ્રેલરમાં રાહુલ દેવ આતંકવાદી સંગઠનના વડા તરીકે જોવા મળે છે.ટ્રેલર બતાવે છે કે સંજય દત્તે ક્રિકેટ દ્વારા બાળકોને બંદૂકો અને આતંકથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકોને આત્મઘાતી બોમ્બર બનતા અટકાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ડાયરેક્ટર ગિરીશ મલિક છે અને આ ફિલ્મ આ વર્ષે 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સંજય દત્તની આ બીજી ફિલ્મ છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. આ પહેલા સંજય દત્તની ફિલ્મ સડક 2 રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો નથી.

(5:45 pm IST)