ફિલ્મ જગત
News of Thursday, 10th June 2021

એકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર

નુસરત ભરૂચા ફિલ્મો અને સોશિયલ  મિડીયાને કારણે સતત ચર્ચામાં રહે છે. પ્યાર કા પંચનામા ફિલ્મથી ઓળખ મેળવ્યા પછી નુસરત સતત આગળ વધી રહી છે અને મોટી મોટી ફિલ્મો પોતાના નામે કરી રહી છે. તાજેતરમાં આવેલી ફિલ્મો છલાંગ અને અજીબ દાસ્તાંસમાં તેણે હરિણાયવી ફિલ્મ અને કામવાળી મહિલાના રોલ નિભાવ્યા હતાં અને વાહવાહી મેળવી હતી. તાજેતરમાં તે ખુબ મોટા નિર્દેશક સંજય લીલા ભણશાલીની ઓફિસ બહાર જોવા મળી હતી. એ સાથે એવી ચર્ચા જાગી હતી કે તે સંજયની કોઇ ફિલ્મનો ભાગ બની રહી છે. જો કે આ વિશે હજુ કોઇ ચોક્કસ જાણકારી બહાર આવી હતી. નુસરતના હાથ પર હાલમાં ચાર ફિલ્મો છે. જેમાં હોરર ફિલ્મ છોરી, નેવુંના દસકની રાજકીય ડ્રામા હુડદંગ તથા અન્ય એક નવો જ વિષય ધરાવતી જનહિત મેં જારી અને અક્ષય કુમાર-જૈકલીન સાથેની રામસેતુ સામેલ છે. હવે તે ભણશાલીની જુહુમાં આવેલી ઓફિસે જોવા મળી હતી.

(10:15 am IST)