હું જે કંઇ છું એમના કારણે છું: અમિત
દરેકના જીવનમાં માતા-પિતાનું મહત્વ ખુબ હોય છે. ટીવી શો રંજૂ કી બેટીયામાં અભિનય કરી રહેલો અમિત કે સિંહ હમેંશા સેટ પર પોતાના માતા-પિતા સાથે વિતાવેલી પળોને યાદ કરતો રહે છે. તે કહે છે મારા પિતા પોલીસમાં છે આ કારણે તેઓ મોટે ભાગે શહેરની બહાર હોય છે. અમે નાના હતાં ત્યારે પિતાજી અલગ અલગ જગ્યાએ લઇ જતાં હતાં. તે હમેંશા અમને ખિસ્સા ખર્ચી માટે પૈસા આપતાં હતાં. ત્યારે મારો મોટો ભાઇ મને ચીડવતો અને કહેતો કે મારા પૈસા એ લઇ લેશે. એ બધુ ખુબ મજેદાર હતું. મને એ દિવસો ખુબ યાદ આવે છે જ્યારે અમે વાર્ષિક પારિવારીક રજાનું પ્લાનીંગ કરતાં હતાં. અમારા માતા-પિતા નાનકડા શહેરમાંથી આવે છે, પરંતુ તેમણે અમને બાળકોને હમેંશા મોટા સપના દેખાડ્યા છે. અમારું ખુર સારી રીતે પાલન પોષણ કર્યુ છે. તેમણે હમેંશા અમારા સપનાઓને પાંખો આપી છે. તેમણે હમેંશા મારી પસંદનું સન્માન કર્યુ છે. હું ભાગ્યશાળી છું કે મને અવા ટેકો આપનારા માતા પિતા મળ્યા છે. મને માતા-પિતા પ્રત્યે અતુલનિય સન્માન છે. હું જે કંઇ છું એ એમના કારણે જ છું.