ફિલ્મ જગત
News of Thursday, 10th June 2021

મેં રાહ જોઇ અને સફળ થઇઃ પરિણિતી

પરિણીતી ચોપડાએ પોતાના કામથી ઇન્ડસ્ટ્રીમાં નામ જાળવી રાખ્યું છે. તે સતત વ્યસ્ત રહેતી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે. અમુક ફિલ્મોને કારણે તેની અભિનય ક્ષમતા પર સવાલો થયા હતાં. પરિણિતિ કહે છે કે મારી કેટલીક ફિલ્મો સારી ન ચાલી નહોતી. સારી ફિલ્મો ન આપી શકી હોવાથી લોકો જે સવાલો કરતાં હતાં તેનાથી હું કંટાળી ગઇ હતી. પરિ કહે છે એવા કેટલાય અભિનેતા-અભિનેત્રીઓ  છે જેમનામાં ભરપુર ટેલેન્ટ હોય છે. પરંતુ તે દેખાડવા માટે સારી સ્ક્રિપ્ટ તેમને નથી મળતી.  એ ખરેખર કમનસીબી કહેવાય. જોકે મારી સાથે કંઈક અલગ જ થયું હતું. મેં જ્યારે શરૂઆત કરી તો મને સારી ફિલ્મો મળી હતી. મને અવૉર્ડ્સ પણ મળ્યા હતા. પણ પછી અમુક ફિલ્મો ન ચાલતાં મારી અભિનય ક્ષમતા પર સવાલ શરૂ કરવામાં આવ્યા હતા. પણ મેં રાહ જોઇ અને પછી હું સફળ થઇ. મેં એવી ફિલ્મો જ કરી જેમાં મારી ક્ષમતાને સાબિત કરવાની તક મળી.  'સંદીપ ઔર પિંકી ફરાર', 'સાઇના' અને 'ગર્લ ઑન ધ ટ્રેન' આ ફિલ્મો ગણી શકાય.

(10:16 am IST)