ફિલ્મ જગત
News of Thursday, 10th June 2021

જૂનમાં ઓટીટી પ્લેટફોર્મ પર એકશનથી માંડીને હોરર ફિલ્મો મચાવશે ધૂમ

સિનેમાગૃહોભલે બંધ હોય પરંતુ જૂનમાં એક એક ચડિયાતી ફિલ્મોઅલગ-અલગ પ્લેટફોર્મ પર રજૂ થશે

નવી દિલ્હી તા. ૧૦ : કોરોનાનાપ્રકોપજોઈને જૂનમાં પણ સિનેમાગૃહમાંઅને મલ્ટીપ્લેકસ ન ખોલવા અંગે અસમંજસનીસ્થિતિ છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મ્સ જ સિનેમાગૃહના વિકલ્પ બનેલા છે. નેટફિલકસ, અમેઝોન પ્રાઈમવિડિઓ, અને ડિઝની પ્લસ હોટ સ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ પુરી તૈયારી સાથે નવી વેબ સિરીઝ અને ફિલ્મોની રીલીઝની તૈયારી છે. જૂન ૨૦૨૧ આ મામલે ખુબજધમાકેદાર રહેવાનું છે. જૂનમાં એક થી વધીને એક શાનદાર ફિલ્મોઅને વેબ સિરીઝ અને ફિલ્મો અને વેબસીરીઝ રિલીઝ થવાની છે.

શેરની(૧૮ જૂન અમેઝોન પ્રાઈમવીડિયો)

વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની' નો પ્રોમો હાલમાં લોન્ચ થયેલો છે.ફિલ્મમાં વિદ્યા બાલન એક ફોરેસ્ટ ઓફિસરનીભૂમિકા છે.વિદ્યા ઉપરાંત તેમાં વિજય રાજ, નીરજ કાબી, ઈલા, અરૂણ, શરત સકસેના અને બૃજેન્દ્ર કાલા જેવા કલાકાર છે.

સનફલાવર(૧૧ જૂન ઝી૫)

સનફલાવર મુંબઈનાએક મિડલ કલાસહાઉસિંગ સોસાયટીની કહાની છે.આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. આ વેબસીરીઝનેરાહુલ સેન ગુપ્તા અને વિકાસ બહલેલખી છે અને નિર્દેશિત કરી છે. સનફલાવર ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર આ જૂને રિલીઝ થશે.

લોકી(૯ જૂને ડિઝર્નીહોટ સ્ટાર)

લોકી, ધ ગોડ ઓફ મિસચીફ દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. લોકીની ભૂમિકા ટોમ હીડલ્સને નિભાવી છે. ડિઝની હોટ સ્ટાર આ સીરીઝને રજૂ કરશે.

અવેક (૯ જૂન નેટફિલકસ)

અવેક એક એવી ફિલ્મ છે જેમાં વિનાશ બાદનીદુનિયા દેખાડવામાં આવે છે. જેમાં માણસ તેની નીંદર કરવાની ક્ષમતા ખોઈ બેસે છે. ઊંઘ લીધા વગર અનેક દિવસો પસાર થયા બાદ માણસો તેની સમજણશકિતપણ ગુમાવી બેસે છે.ફિલ્મની કહાની યુનિક થીમ પર આધારિત છે.

સ્કેટર ગર્લ(૧૧ જૂન નેટફિલકસ)

સ્કેટર ગર્લ એક રાજસ્થાની યુવતીની કહાની છે. જે નેશનલ સ્કેટ્સચેમ્પયનશીપમાં જવાનું સપનું જોવે છે. આ બાળકી તેનું સપનું પૂરું કરે છે કે નહીં એ જાણવા માટે ફિલ્મ જરૂરથી જુઓ

બ્લેક સમર સીઝન ૨(૧૭ જૂન નેટફિલકસ)

બ્લેક સમર હોરર અને થ્રિલર આધારિત વેબ સિરીઝ છે. જે લોકોને જોમ્બીઝ અને ડરામણી કહાનીઓ પસંદ છે તેમને આ ખુબજગમશે.

ફાધરહુડ(૧૮ જૂન નેટફિલકસ)

કેવિન હાર્ટની આવતી ફિલ્મ એક કોમેડી ડ્રામાં છે. જે એક પિતાની કહાની છે.જે તેમના પત્નીના અચાનક મોત બાદ તેમની પુત્રીની સારસંભાળ માટે સંઘર્ષ કરી રહ્યું છે.

જગમે થનઢીરામ(૧૮ જૂન નેટફિલકસ)

આ ફિલ્મમાં ધનુષ એશ્વર્યા લક્ષ્મી, જેમ્સ કોસ્મો, જેજુ જયોર્જ અને કલૈયારાસન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનું નિર્દેશન કાર્તિક સુબ્બારાજે કર્યું છે.

રે(૨૫ જૂન નેટફિલકસ)

રે વેબસિરીઝસત્યરિતરેની કહાનીઓપર આધારિત હશે. આ વેબસીરીઝમાંપ્યાર, વાસના, ધોખા અને સત્ય પર આધારિત છે. વેબસીરીઝમાંમનોજ બાજપાયી, કેકે મેનન,અલી ફઝલ અને હર્ષવર્ધન મુખ્ય ભૂમિકામાં હશે. આ વેબસીરીઝનું નિર્દેશન શ્રીજીત મુખર્જી, અભિજીત ચૌબે અને વાસનબાલા એ કર્યું છે.

તુફાન(અમેઝોન પ્રાઈમ)

તુફાનફિલ્મ ૨૧મીએ એ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી.પરંતુ ફિલ્મની રિલીઝની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. હજુ એ જાહેર કરવાં આવી નથી. ફિલ્મમાં ફરહાન અખ્તર રષ્ટ્રીય સ્તર પર એક મુક્કાબાજનીભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મેહરાએ નિર્દેશ કરી છે.

(3:17 pm IST)