ફિલ્મ જગત
News of Friday, 22nd January 2021

કેટરીનાની બહેન ઇસાબેલની નવી ફિલ્મનો પહેલો લુક થયો રિલીઝ

મુંબઈ: નવોદિત અભિનેત્રી ઇસાબેલ કૈફે ગુરુવારે તેની આગામી ફિલ્મ "સુસ્વગતમ ખુશમાદિદ"નો પહેલો લુક શેર કર્યો, ત્યારબાદ લોકોએ તેની બહેન કેટરીના કૈફ સાથે તેની તુલના સોશિયલ મીડિયા પર શરૂ કરી. ફિલ્મમાં ઇસાબેલ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે જોવા મળશે. ઇસાબલે પુલકિત સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બંને કાળા અને સોનેરી રંગના પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.

(5:09 pm IST)