ફિલ્મ જગત
News of Thursday, 22nd April 2021

નુસરતે વધુ એકવાર અભિનય ક્ષમતા દેખાડી

એક દસકાથી પણ વધુ સમયથી બોલીવૂડમાં કામ કરી રહેલી નુસરત ભરૂચાએ પોતાની અભિનય ક્ષમતાને આધારે બોલીવૂડમાં ખુબ મજબૂત સ્થાન બનાવી લીધું છે. મોટી ફિલ્મો મેળવતી હિરોઇનોના લિસ્ટમાં નુસરતનું નામ પણ સામેલ છે. તાજેતરમાં આવેલી તેની ફિલ્મ અજીબ દાસ્તાન્સમાં તેનું પાત્ર જોઇ ચાહકો વાહ પોકારી ગયા છે. નુસરતે અજીબ દાસ્તાન્સના ચાર ભાગ પૈકીના ખિલોૈના નામના ભાગમાં મુખ્ય ભુમિકા નિભાવી છે. જેમાં તે કામવાળી બાઇના રોલમાં જોવા મળી છે. તે ઘરમાં કચરા પોતા કરે છે, રસોઇ બનાવે છે અને બીજા બધા જ કામ કરે છે. આ પાત્ર માટે નુસરતે પારકા ઘરના કામ કરતી મહિલાઓમાંથી પ્રેરણા લીધી હતી. જો કે નુસરતના પરિવારજનો કહે છે કે રસોઇની બાબતમાં નુસરત પર ભરોસો કરાય તેમ નથી. તેને બનેલુ ભોજન માત્ર ગરમ કરવાનું કહેવામાં આવે તો પણ તે બાળી નાંખે તેમ છે. જો કે નુસરત કહે છે મારો આ ફિલ્મનો અભિનય જોયા પછી મારા પરિવારજનો મારા પ્રત્યેની આ ધારણામાં ફેરફાર કરશે. નુસરતની આગામી ફિલ્મોમાં હુડદંગ, છોરી અને રામસેતુ સામેલ છે. 

(10:18 am IST)