ફિલ્મ જગત
News of Tuesday, 22nd June 2021

ગુરદિપને હવે મળ્યો કાવેરીનો રોલ

ટીવી અને ફિલ્મી પરદાની અભિનેત્રી ગુરદિપ કોહલી હવે સબ ટીવીના શો તેરા યાર હું મૈંમાં કાવેરીના રોલમાં આવી છે. ગુરદિપને ચાહકો તેના ટીવી શો 'સંજીવની', 'કસમ સે' અને 'કહને કો હમસફર હૈ' સહિતને કારણે ઓળખે છે. તે ટીવીની સાથે ફિલ્મો પણ કરતી રહે છે. સબ ટીવીનો શો 'તેરા યાર હૂં મૈં' પણ  ચૅનલના 'વાગલે કી દુનિયા' જેવા અન્ય શોની સાથે સારું પ્રદર્શન કરી રહ્યો છે. દર્શકોને એમાં આવતા વળાંક પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત શોમાં સમયાંતરે થતી નવા પાત્રની એન્ટ્રીને પણ દર્શકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે. આવા જ એક નવા પાત્ર તરીકે ગુરદિપને લેવામાં આવી છે. તેના પાત્રને કાવેરી નામ અપાયું છે. નિર્માતાઓએ  શોમાં વધુ ડ્રામા અને મનોરંજન લાવવા દલજિત અને રાજીવના જીવનમાં આ નવા પાત્રની એન્ટ્રી કરાવી છે. ગુરદિપે 'રાઉડી રાઠોડ' અને 'સ્ટુડન્ટ ઑફ ધ યર-૨' જેવી ફિલ્મો પણ કરી છે.

(10:14 am IST)