ફિલ્મ જગત
News of Tuesday, 22nd June 2021

આરૂશીએ પાણીપુરી ખાવાની ઇચ્છા આ રીતે પુરી કરી

ટીવી શો રંજૂ કી બેટીયામાં મુસ્કાનનો રોલ નિભાવી રહેલી આરૂશી શર્માને શુટીંગ વખતે પાણીપુરી ખાવાની ઇચ્છા થતાં તેણે નજીકમાં ચાલી રહેલા લગ્નના ફંકશનમાંથી પાણીપુરી મંગાવીને ખાઇ લીધી હતી. આરૂશી આ ઘટના જણાવતા કહે છે કે સિલવાસામાં અમે જ્યાં શુટીંગ માટે રોકાયા હતાં એ રિસોર્ટની બાજુમાં જ નાનકડો લગ્ન સમારોહ યોજાયો હતો. અમે ઘણા દિવસથી કંઇ ચટપટુ ખાધુ ન હોઇ જીભને લાલસા જાગી હતી. હું, રીના (કપૂર) મેડમ, રૂપલ (ત્યાગી) દીદી અને અમિત (સિંહ) ભૈયા શુટીંગ પેકઅપ થાય પછી ચાલવા માટે નીકળીએ છીએ. એ દિવસે અમે નીકળ્યા ત્યારે સંગીતનો કાર્યક્રમ લગ્ન સ્થળે ચાલતો હતો.તેમાં ભોજનના મેન્યુમાં પાણીપુરી પણ છે એવી જાણ થતાં જ અમારી લાલસા વધી ગઇ હતી. રીનામેડમે એક વ્યકિતને બોલાવી પાણીપુરી ખાવાની વ્યવસ્થા કરવા કહેતાં એ વ્યકિતએ અઢાર પુરીઓ સાથેની ડીસ આપી મહતી અને અમે બધાએ પાણીપુરીનો ટેસ્ટ માણ્યો હતો. આરૂશીએ આ રીતે પોતાની ઇચ્છા પુરી કરી હતી.

(10:14 am IST)