ફિલ્મ જગત
News of Tuesday, 22nd June 2021

અર્જુન કપૂરે બહેન અંશુલા કપૂરનું નામ કરાવ્યું ટેટૂ

મુંબઈ:  ફિલ્મો ઉપરાંત મલાઇકા અરોરા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહેનારા અભિનેતા અર્જુન કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર ટેટુને વિષે ચર્ચામાં છે  અર્જુન કપૂરે બહેન અંશુલા કપૂરના નામનું તેના હાથ પર ટેટૂ કરાવ્યું છે. ખુદ અર્જુન કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને માહિતી આપી છે. વીડિયોમાં અર્જુન કપૂર ડાબી બાજુ બહેન અંશુલા માટે ટેટૂ કરાવતો નજરે પડે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેને અંશુલાના નામનો પહેલો શબ્દ એટલે કે તેના હાથમાં આવ્યો છે. વીડિયોને શેર કરતાં તેણે લખ્યું - . અંશુલા કપૂર અને હું કાયમ ઇન ઝિંદગી દ્વારા જોડાયેલા છીએ.

(5:34 pm IST)