ફિલ્મ જગત
News of Thursday, 22nd July 2021

કિયારાએ પુરા કર્યા સાત વર્ષઃ આવી રહી છે ચાર ફિલ્મો

કિયારા અડવાણી ફિલ્મોની સાથે પોતાના સોશિયલ મિડીયાને કારણે પણ સતત ચાહકોમાં ચર્ચાસ્પદ બની રહે છે. તે સોશિયલ મિડીયા પર અધધધ ૧૭.૫ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તાજેતરમાં તેણે બોલીવૂડ ઇન્ડસ્ટરીમાં સાત વર્ષ પુરા કરી લેતાં તેની ઉજવણી કરી હતી. તે સાથે તેણે પોતે માલદિવ ફરવા ગઇ હતી તે વખતનો બિકીની સાથેનો ફોટો મુકયો હતો. સાથે ઇચ્છા વ્યકત કરી હતી કે બિકીની બોડી ફરી પાછી આવી જાય. કિયારા સોશિયલ મિડીયા પર કોઇપણ તસ્વીર કે વિડીયો પોસ્ટ કરે એ સાથે જ તે ધડાધડ વાયરલ થઇ જાય છે અને ચાહકો લાઇક કરવા માંડે છે. ૧૩મી જૂન ૨૦૧૪ના રોજ ફગ્લી ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર કિયારાએ બાદમાં એમએસ ધોની, ભારત અને નેનુ, કબીર સિંહ, લસ્ટ સ્ટોરીઝ, ગિલ્ટી, ગુડ ન્યૂઝ, લક્ષ્મી અને ઇન્દૂ કી જવાની સહિતની ફિલ્મો કરી છે. તેની આવનારી ફિલ્મોમાં શેરશાહ, ભૂલ ભૂલૈયા-૨, જુગ જુગ જીઓ અને શસાંક ખેતાનની એક ફિલ્મ સામેલ છે.

(10:20 am IST)