ફિલ્મ જગત
News of Thursday, 22nd September 2022

કંઇક અલગ કરવા ઇચ્‍છતી હતીઃ દ્રષ્‍ટી

ટીવી સિરીયલોના અનેક કલાકારોને ઓટીટી પ્‍લેટફોર્મને કારણે રાતોરાત પ્રમોશન મળી ગયું છે. આ કલાકારોને વેબ સિરીઝમાં ખુબ મહત્‍વના રોલ મળવા માંડયા છે. જેમાં દ્રષ્‍ટી ધામી પણ સામેલ થઇ ગઇ છે. ટીવી સિરીયલોને કારણે ઘર ઘરમાં જાણીતી દ્રષ્‍ટી ધામીએ ડિજીટલ મનોરંજનની દુનિયામાં વધુ એક વેબ શો ‘દુરંગા'માં કામ કર્યુ છે. તે પોલીસ અધિકારીની ભુમિકામાં જોવા મળી છે. ગયા વર્ષે દ્રષ્‍ટી ધામીએ નિખીલ અડવાણીના પિરીયડ ડ્રામા શો ધ એમ્‍પાયર સિરીઝથી શરૂઆત કરી હતી. બીજા શોમાં પણ તેણે જમાવટ કરી છે. દ્રષ્‍ટીએ ટીવી પરદે ગીત-હુઇ સબસે પરાઇ થકી શરૂઆત કરી હતી. મધુબાલા સહિતના શોથી તે વધુ જાણીતી બની હતી. તે કહે છે દૂરંગા શો સ્‍વીકારવા માટે મારે વિચાર કરવામાં સમય બગાડયો નહોતો. મારી જગ્‍યાએ કોઇપણ અભિનેત્રી હોત તો એ આ રોલ માટે હા પાડી દેત. કારણ કે શોના નિર્દેશક પ્રદિપ સરકાર છે.  હું ટીવીથી દૂર જવા નથી ઇચ્‍છતી, પણ કંઇક નવું અલગ કરવા માટે ડિજીટલ માધ્‍યમમાં એન્‍ટ્રી કરી છે.

(10:20 am IST)