ફિલ્મ જગત
News of Tuesday, 23rd February 2021

બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી નિયા શર્મા હવે વેબ સિરીઝ પણ કરી રહી છે. આ સિરીઝમાં તેણે આપેલા બોલ્ડ દ્રશ્યોની ખુબ ચર્ચા થઇ રહી છે. આમ પણ નિયા પહેલેથી પોતાના બિન્દાસ્તપણાને કારણે જાણીતી છે. જમાઇ રાજા ૨.૦ શોને વેબ સિરીઝ રૂપે ઓટીટી પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યો છે. આ શોમાં નિયાએ અભિનેતા રવિ દૂબે સાથે અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. નિયાએ કહ્યું હતું કે આવા સિન્સ કરવામાં મને જરાપણ સંકોચ થયો નથી. જમાઇ રાજા ૨.૦ના અભિનેતા રવિની પત્નિ સરગુન મહેતાએ કહ્યું હતું કે રવિ પ્રારંભે આવા સિન કરવા માટે થોડો અસહજ હતો. બીજી તરફ નિયાએ પોતાને કોઇ સંકોચ નહિ હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે હું અગાઉ પણ વેબ સિરીઝ કરી ચુકી છું. ટ્વિસ્ટેડ મારી પહેલી સિરીઝ હતી. હું એ વખતે ઓટીટી પર આવી જ્યારે કોઇ અહિ શરૂઆત કરવા તૈયાર જ નહોતાં. હવે ઓટીટી સ્પેસ પર હું ખુબ સહજ થઇ ગઇ છું. રવિ ખુબ સભ્ય, સારો અને ગંભીર અભિનેતા છે.

(10:04 am IST)