ફિલ્મ જગત
News of Tuesday, 23rd February 2021

ગુરમિતની હોરર ફિલ્મનું શુટીંગ પુરૂ

અભિનય ક્ષેત્રે આમ તો ૨૦૦૪થી કામ કરી રહેલા ગુરમિત ચોૈધરીને ૨૦૦૮માં આવેલા ટીવી શો રામાયણમાં ભજવેલા રામના પાત્રથી ઓળખ મળી હતી. એ પછી તેણે પાછળ વળીને જોયુ નથી. ગીત-હુઇ સબસે પરાઇ, પુનર્વિવાહ જેવા શો પણ તેણે કર્યા છે. ઝલક દિખલા જા, નચ બલીયે, ફિયર ફેકટર જેવા રિયાલીટી શોમાં પણ તે જોવા મળી ચુકયો છે. ટીવી પરદેથી બોલીવૂડમાં છલાંગ લગાવી તેણે ચાર ફિલ્મો ખામોશિયા, વજહ તુમ હો, લાલી કી શાદી મેં લડ્ડૂ દિવાના અને પલટન કર્યા પછી હવે તેની પાંચમી ફિલ્મ આવી રહી છે. ગુરમિતની આ હોરર ફિલ્મ છે. 'ધ વાઇફ' નામની આ ફિલ્મનું શુટીંગ ગયા વર્ષે જ શરૂ થઇ ગયું હતું. પરંતુ કોરોના આવી જતાં શુટીંગ અટકી ગયું હતું. હવે આ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. મહામારીના પડકાર વચ્ચે આ કામ પુરૂ કરાયું છે. શરમદ ખાન નિર્દેશીત આ ફિલ્મમાં ગુરમિત સાથે સયાની દત્તા છે. હાલમાં ડબીંગ ચાલી રહ્યું છે. હોરરના શોખીનોને કંઇક નવું જોવા મળે તેવી આશા રાખીએ.

(10:04 am IST)