અભિષેક બચ્ચન શરૂ કરશે 'દસવી'નું શૂટિંગ
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને જ્યારે તેની આગામી ફિલ્મ 'દસવી'નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેના સોશિયલ એકાઉન્ટ પરથી ફિલ્મના ત્રણ અલગ અલગ પાત્રોના પોસ્ટરો શેર કર્યા છે. તેણે આ પોસ્ટર દ્વારા કહ્યું છે કે તે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જેનું શૂટિંગ હાલમાં આગ્રામાં થઈ રહ્યું છે. અભિષેક ઉપરાંત યામી ગૌતમ અને નિમરત કૌર આ આગામી ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. અભિષેકે આ ફિલ્મમાં તેનો લુક શેર કરવાની સાથે સાથે આ બંને અભિનેત્રીઓનો લુક પણ શેર કર્યો છે. આ પોસ્ટરો અનુસાર, યામી ગૌતમ ફિલ્મમાં આઈપીએસ અધિકારી તરીકે જોવા મળશે. નિમરત કૌર દેશી લુકમાં જોવા મળી રહી છે. અભિષેક આ ફિલ્મમાં તે ગંગા રામ ચૌધરી નામનું પાત્ર ભજવશે. દિનેશ વિજાન, સંદીપ લેજેલ અને શોભના યાદવ આ ફિલ્મના નિર્માતા છે.