ફિલ્મ જગત
News of Tuesday, 23rd February 2021

ઉલ્લુ કે પઠ્ઠે... કપિલ શર્માએ ફોટોગ્રાફર સાથે અયોગ્‍ય વર્તન કરીને ગુસ્‍સો ઠાલવ્‍યો

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા સોમવારે એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસીને બહાર આવતો જોવા મળ્યો હતો. તેની આ તસવીરો સામે આવતા ફેન્સમાં હલચલ મચી ગઈ છે. ફેન્સ કપિલના સ્વાસ્થ્યને લઈને પરેશાન છે. ઘણા લોકો ટ્વીટ કરી તેના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે. ફેન્સ જ નહીં અન્ય લોકો પણ કપિલને વ્હીલચેર પર બેઠેલો જોઈને ચોંકી ગયા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ફોટોગ્રાફર્સના સવાલ પર કપિલ શર્મા ભડકી ઉઠે છે.

કપિલને આવ્યો ગુસ્સો

ફોટોગ્રાફર્સ કપિલ શર્માને ફોટો પાડે છે અને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. સૌથી પહેલા ફોટોગ્રાફર્સ કપિલનો ફોટો લેતા તેના હાલચાલ જાણે છે. ફોટોગ્રાફર કહે છે- કપિલ સર કેમ છે... સર વીડિયો લઈ રહ્યાં છીએ... ત્યારબાદ કપિલ કહે છે- ઓ પાછળ હટો તમે બધા. ત્યારબાદ ફોટોગ્રાફર્સ કહે છે- ઓકે સર... થેંક્યૂ સર... કપિલ પોતાનો ગુસ્સે દેખાડતા કહે છે- ઉલ્લૂ કે પઠ્ઠે.... તેની આ વાત સાંભળીને ફોટોગ્રાફર સકહે છે- સર રેકોર્ડ થઈ ગયું છે. તેના પર કપિલ કહે છે- હા કરી લો રેકોર્ડ.. તમે તોછડાઈ કરો છો. કપિલનું આ વર્તન જોઈ ફોટોગ્રાફર્સ કહે છે- સર તમે રિક્વેસ્ટ કરી હોત તો અમે પાછળ હટી ગયા હોત.

કપિલનું આ વર્તન લગભગ પ્રથમવાર જોવા મળ્યું છે. કપિલ આ પહેલા ઘણીવાર મીડિયા અને ફેન્સને મિલનસાર અંદાજમાં મળ્યો છે. પરંતુ તેનું આ વલણ અલગ હતું. હાલમાં વ્હીલચેર પર બેસવાનું કારણ સામે આવ્યુ નથી.

ફેન્સને પણ થઈ કપિલની ચિંતા

કપિલનો આ ફોટો ફેન્સને બેચેન કરી રહ્યો છે. એક યૂઝરે ટ્વીટ કર્યુ, 'તમને શું થયુ કપિલ જી? તમારો વ્હીલચેર વાળો ફોટો જોયો. તમે બરાબર છો ને. પ્લીઝ તમારૂ ધ્યાન રાખો.' તો ટ્વિટર પર અન્ય ચાહકોએ પણ કપિલના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી હતી.

 

(5:54 pm IST)