ફિલ્મ જગત
News of Thursday, 23rd March 2023

શિલ્પા શેટ્ટી 17 વર્ષ બાદ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મળશે જોવા

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 17 વર્ષ પછી કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં ભવ્ય પુનરાગમન કરી રહી છે અને એક્શન હીરો ધ્રુવ સરજા અભિનીત KDમાં જોવા મળશે. ડિરેક્ટર પ્રેમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેપ્શન સાથે એક પોસ્ટર શેર કર્યું છે. પ્રેમે કેપ્શનમાં લખ્યું, તમને બધાને ઉગાદીની શુભકામના. આ શુભ દિવસે, એક પાવરહાઉસ યુદ્ધમાં પ્રવેશે છે! KD યુદ્ધભૂમિમાં શકિતશાળી શિલ્પા શેટ્ટીનું સ્વાગત છે! વિન્ટેજ લુકના પોસ્ટરે કર્ણાટકમાં શિલ્પાના ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. શિલ્પાએ અગાઉ વી. રવિચંદ્રન સાથે 1998ની સુપરહિટ કન્નડ ફિલ્મ પ્રીથાસોદ થપ્પામાં કામ કર્યું હતું. તેણીએ ઓંડાગોના બા (2003) માં પણ અભિનય કર્યો હતો અને 2005 માં, તેણીએ ઉપેન્દ્રની સામે ઓટો શંકરમાં ભૂમિકા ભજવી હતી.

(8:28 pm IST)