ફિલ્મ જગત
News of Thursday, 23rd September 2021

શિલ્‍પા શેટ્ટીનો બોડીગાર્ડ રવિ સોશ્‍યલ મીડિયામાં છવાયોઃ રાજ કુંદ્રા જેલમાંથી પરત ફર્યો ત્‍યારે ગાડીની આગળ ઝડપથી ભાગતો દેખાયોઃ જુસ્‍સા અને ઇમાનદારીની પ્રશંસા

રવિ જેવા લોકો એવા હીરો છે જેનો સંઘર્ષ દરેક લોકો જાણી શકતા નથી

મુંબઈઃ અશ્લીલ વીડિયો મામલામાં બે મહિના સુધી જેલમાં રહી પરત ફરેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મંગળવારે જ્યારે ગાડી ઘરની પાસે પહોંચી તો શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડ રવિએ આ દરમિયાન સારી રીતે પોતાની ફરજ નિભાવી જેની પ્રશંસા કરવામાં આવી રહી છે.

શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો બોડીગાર્ડની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં વીડિયોમાં શિલ્પાનો બોડીગાર્ડ રાજની ગાડીની આગળ ઝડપથી ભાગતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાજની ગાડી પાછળ-પાછળ ચાલી રહી છે અને બોડીગાર્ડ રસ્તો બનાવતા આગળ ભાગી રહ્યો છે. આ વીડિયો જોઈ કેટલાક લોકો બોડીગાર્ડની ઈમાનદારીની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે. રવિના આ જુસ્સાની ખુબ પ્રશંસા થઈ રહી છે. લોકો તેની મહેનત અને ઈમાનદારીના વખાણ કરી રહ્યા છે. તેનું કહેવું છે કે રવિ જેવા લોકો એવા હીરો છે જેનો સંઘર્ષ દરેક લોકો જાણી શકતા નથી.

(4:23 pm IST)