ફિલ્મ જગત
News of Friday, 23rd September 2022

આમિર ખાનની દીકરી ઇરાએ બોયફ્રેન્‍ડ નુપુર શિકરે સાથે કરી સગાઇ

બોયફ્રેન્‍ડ નુપુર શિકરેએ ઘૂંટણીયે બેસીને ફિલ્‍મી સ્‍ટાયલમાં કર્યુ પ્રપોઝઃ ઇરા ખાને સોશ્‍યલ મિડિયા પર શેર કર્યો વીડિયો

મુંબઇ, તા.૨૩: અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહેતી મિસ્‍ટર પર્ફેક્‍ટનિસ્‍ટ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન એ એક ગૂડ ન્‍યૂઝ આપીને સહુને ચોંકાવી દીદા છે. સોશ્‍યલ મીડિયા પર એક વીડિયો પોસ્‍ટ કરીને ઇરા ખાને લૉન્‍ગ ટાઇમ બૉયફ્રેન્‍ડ નુપુર શિકરે સાથે સગાઇ કરી લીધી હોવાનું જણાવ્‍યું છે.
ઇરા ખાન અને નુપુર શિકરે ઘના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં એક ઇવેન્‍ટમાં નુપુરે ઇરાને એકદમ ફિલ્‍મી સ્‍ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું. ઇરાએ પ્રપોઝલ સ્‍વિકારતા બન્નેએ સગાઇ કરી લીધી છે. ઇરા ખાને પ્રપોઝલનો વીડિયો સોશ્‍યલ મીડિયા પર શૅર કર્યો છે. તેણે કૅપ્‍શનમાં લખ્‍યું છે કે, ‘પોપાયઃ તેણે હા કહ્યું. ઇરા : હેહેહે મેં હા કહ્યું'.
નુપુર શિકરેએ તેની સ્‍વીટહાર્ટ ઇરા ખાનને પ્રખ્‍યાત આયર્ન મેન ઇટાલી શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં જોવા મળે છે કે, નુપુર રેસના કપડામાં ગર્લફ્રેન્‍ડ ઇરા પાસે આવે છે. પછી તેને કીસ કરે છે. ત્‍યારબાદ એકદમ ફિલ્‍મી અંદાજમાં ઘૂંટણિયે બેસીને બૉકસ્‍માંથી વીંટી કાઢીને ઇરાને પહેરાવે છે. નુપુરે આપેલી આ સરપ્રાઇઝ જોઈને ઇરાની ખુશીનો પાર રહ્યો નહોતો. તે તરત જ પ્રપોઝલ સ્‍વીકારે છે અને નુપુર તેને વીંટી પહેરાવી દે છે.
ઇરા અને નુપુરના પ્રપોઝલને જોઈને ત્‍યાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી. ઇરા અને નૂપુરની સગાઈનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બધા તેમને અભિનંદન આપી રહ્યા છે. આ પોસ્‍ટ પર ક્રિષ્‍ના શ્રોફ, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, ફાતિમા સના શેખે કપલને અભિનંદન પાઠવ્‍યા છે. એટલું જ નહીં, ફૅન્‍સ પણ આ વીડિયો જોયા પછી કમેન્‍ટ કરતા થાકતા નથી.
તમને જણાવી દઈએ કે, નુપુર અને ઇરા છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરે છે. નુપુર ફિટનેસ ટ્રેઇનર છે. કપલે સગાઇ તો કરી લીધી છે પણ હવે એ જોવાનું રહેશે કે, તેઓ લગ્ન કયારે કરશે.

 

(3:45 pm IST)