કૃણાલે શરૂ કરી દીધું ત્રીજી સીઝનનું શુટીંગ
અભિનેતા કૃણાલ ખેમુએ પણ બીજા એકટર્સની જેમ ડિજીટલ પ્લેટફોર્મ પર નામના બનાવી લીધી છે. અહિ તેણે અભય નામની વેબ સિરીઝમાં સતત બે સીઝન સુધી ઇન્વેસ્ટીગેશન ઓફિસરનો રોલ નિભાવી ચાહના મેળવી છે. હવે અભય-૩ બની રહી છે. આ ત્રીજી સીઝનનું શુટીંગ પણ કૃણાલે શરૂ કરી દીધું છે. ક્રાઇમ થ્રિલર ઝોનરની આ સિરીઝમાં કૃણાલ સાથે આશા નેગી, નિધિ સિંહ, રિતુરાજ સિંહ અને એલનાઝ નોરોઝી પણ ખાસ ભુમિકા નિભાવી રહ્યા છે. ઝી ફાઇવ પર આ શો રિલીઝ થશે. શો માટે પોતાની ખુશી વ્યકત કરતાં કૃણાલે કહ્યું હતું કે હું ખુબ જ ઉત્સાહી અને આભારી છું કે મને આ સિરીઝમાં કામ કરવાની તક મળી. આ સિરીઝને ખુબ જ પસંદ કરવામાં આવી છે. અભયની સતત ત્રીજી સિઝનમાં તેનો મુખ્ય ભાગ બનવું એ મારા માટે અદ્દભુત છે. પહેલી બે સીઝનની જેમ ત્રીજી સીઝનને પણ કેન ઘોષ ડિરેકટ કરી રહ્યા છે. કેન ઘોષે કહ્યું હતું કે બહુ ઝડપથી સોૈનો માનીતો ડિટેકટીવ અભય ફરીથી સોૈની સામે આવશે.