ફિલ્મ જગત
News of Tuesday, 23rd November 2021

વધુ ખતરનાક બનીને આવી રહી છે સુસ્મિતા

કોરોના કાળમાં દર્શકોએ સોૈથી વધુ મનોરંજન ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ થકી મેળવ્યું છે. ખુબ રાહ જોવાતી હોય એવી સિરીઝમાં સુસ્મિતા સેનની આર્યા-૨ પણ સામેલ છે. સુસ્મિતાની સિરીઝ આર્યાની બીજી સીઝન ટુંક સમયમાં રિલીઝ થવાની છે. પહેલા ભાગમાં સુસ્મિતાનો અભિનય ખુબ વખાણાયો હતો. ત્યારથી જ ચાહકો આર્યાની બીજી સીઝનની રાહમાં છે. સુસ્મિતાએ આર્યા-૨નો પોતાનો લૂક પણ જાહેર કરી દીધો હતો. જેમાં તે હોળીના રંગમાં રંગાયેલી અને ખતરનાક દેખાઇ રહી છે. આર્યાનું ટીઝર રજૂ કરતાં સુસ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફર્સ્ટ લૂક, શેરની ઇઝ  બેક.  એવું લખાણ લખ્યું હતું. પતિની હત્યાનું વેર વાળવા સુસ્મિતા શું શું કરે છે? તે આર્યા-૨માં દેખાડવામાં આવશે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ શો રિલીઝ થવાનો છે. સુસ્મિતા સાથે પહેલી સિઝનમાં ચંદ્રચુડ સિંહ, સિકંદર ખેર, નમિત દાસ, સુગંધા ગર્ગ અને વિશ્વજીત પ્રધાન સહિતના જોવા મળ્યા હતાં.

(9:49 am IST)