ફિલ્મ જગત
News of Tuesday, 23rd November 2021

કરણ જોહરે તેની નવી ફિલ્મની કરી જાહેરાત: રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર ચમકશે

 મુંબઈ: કરણ જોહર અત્યાર સુધીની તેની શ્રેષ્ઠ કન્ટેન્ટ ફિલ્મોમાંથી એક દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જ્યાં એક તરફ તેના પ્રોડક્શન હેઠળ ઘણી ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે, તો તે સાથે જ તે પોતાની ઘણી નવી ફિલ્મોની જાહેરાત પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એક એક્શન ફિલ્મની જાહેરાત કરી હતી જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ એક્શન ફિલ્મની જાહેરાત બાદ કરણે સોમવારે બીજી ફિલ્મની જાહેરાત કરી, જેનું નામ છે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’. ફિલ્મની જાહેરાતની સાથે તેણે સ્ટારકાસ્ટનો પણ ખુલાસો કર્યો છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર લીડ રોલમાં જોવા મળશે.

(4:24 pm IST)