News of Tuesday, 23rd November 2021
જુબિન નૌટિયાલના અવાજમાં ફિલ્મ "તડપ"નું રોમેન્ટિક ગીત 'તુ મેરા હો ગયા હૈ' રિલીઝ
મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ફિલ્મ ટડપથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે પોતાની ફિલ્મને લઈને સતત ચર્ચામાં રહે છે. ફિલ્મના ટ્રેલરને અને અત્યાર સુધી રિલીઝ થયેલા તમામ ગીતોને જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જ્યારે બોલિવૂડના તમામ કલાકારોએ પણ ફિલ્મના ટ્રેલર અને ગીતો તેમજ અહાનની એક્ટિંગના વખાણ કર્યા છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે ત્યારે મેકર્સ અને ટીમ ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે ફિલ્મનું નવું રોમેન્ટિક ગીત "તુ મેરા હો ગયા હૈ" રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
(4:26 pm IST)