ઓગષ્ટમાં શરૂ થઇ શકે છે પુષ્પાના બીજા ભાગનું શુટીંગ
બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા મેળવનારી ફિલ્મ પુષ્પા-ધ રાઇઝના બીજા ભાગની હવે ચાહકો ચાતક નજરે રાહમાં છે. જો કે હજુ બીજા ભાગનું શુટીંગ શરૂ થયું ન હોઇ દર્શકોને રાહ જોવી પડશે. અલ્લુ અર્જુનના અભિનય અને ગીતો તથા ડાન્સ સ્ટાઇલે ધૂમ મચાવી દીધી હતી. પહેલા ભાગ પછી હવે ચાહકો બીજા ભાગ પુષ્પા-ધ રૂલની રાહમાં છે. આ ફિલ્મનું શુટીંગ આગામી ઓગષ્ટ મહિનાથી શરૂ થઇ જશે. પુષ્પા-ધ રૂલની સ્ક્રિપ્ટ પણ હજુ લખાઇ રહી હોવાનું કહેવાય છે. આ કારણે કદાચ શુટીંગ શરૂ થવામાં મોડુ થયું છે.સુકુમાર પોતાના સ્વાસ્થ્યને કારણે લેખન કાર્યમાં બહુ સમય આપી શકતા નથી. ફિલ્મ સાથે જોડાયેલા લોકો કહે છે કે હવે ઓગષ્ટમાં શુટીંગ શરૂ થઇ જશે. પુષ્પા-૨ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ રિલીઝ થશે. આ વખતે વિલનના રોલમાં ફહાદ ફાસિલની ખાસ ભુમિકા હશે. જે પુષ્પા-ધ રાઇઝના અંતિમ દ્રશ્યોમાં જોવા મળ્યો હતો.