ફિલ્મ જગત
News of Thursday, 23rd June 2022

એવી વાતોની મારા પર અસર પડતી નથીઃ જેનિફર

ટીવી પરદે અનેક શોમાં કામ કરીને અને છેલ્લે બેહદમાં અનોખી ભુમિકા નિભાવી દર્શકોના દિલોમાં રાજ કરી રહેલી જેનિફર વિંગેટની વેબ સિરીઝ કોડ એમ-સિઝન ૨ રિલીઝ થઇ છે. જેમાં તેણે મેજરનો રોલ નિભાવ્‍યો છે. આ સિરીઝમાં તેની સાથે તનુજ વિરવાની પણ છે. કેટલાક દિવસોથી એવી ચર્ચા જાગી છે કે હવે જેનિફર અને તનુજ એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંને અનેક જગ્‍યાએ સાથે જોવા મળી રહ્યા છે. જો કે જેનિફરે કહ્યું હતું કે આવી વાતોની મારા પર કોઇ અસર નથી પડતી. કારણ કે સાચુ શું છે એ મારો પરિવાર અને મારા મિત્રો જાણે છે. આથી આવી વાતોની મારા પર અસર પડતી નથી. લોકો મારા કામને અને મને પસંદ કરે છે એ મારા માટે સારી વાત છે અને તેનાથી હું ખુશ છું. તનુજ સાથે પહેલી સિઝનમાં જ મારું બોન્‍ડીંગ થઇ ગયું હતું. તે ખુબ સારા વ્‍યક્‍તિ છે. તે મને સતત હસાવે છે. તે સાથે હોય ત્‍યારે હું એક પળ પણ ઉદાસ રહેતો નથી.

(10:53 am IST)