ફિલ્મ જગત
News of Thursday, 23rd June 2022

સોની સબ પર પુષ્પા ઇમ્પોસિબલમાં એક પછી એક પડકારો ઝીલતી પુષ્પા

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની પર પુષ્પા (કરૂણા પાંડે) તમારી સરેરાશ માતા નથી અને તેણે જડબાતોબ જવાબ અને જીવન માટે જોશ સાથે દરેકને મોહિત કર્યા છે ત્યારે પોતાના વર્તમાન સંજોગોને ઝીલવાનું તેને માટે મુશ્કેલ બનાવ્યુ છે એવું લાગે છે.

બાપોદરા ચાલમાં બધા જ અશ્ચિમ (નવીન પંડિતા) અને દીપ્તિ (ગરિમા પરિહાર)ની સગાઇની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પોલીસ આવીને કોલેજના પેપર લીક કર્યા હોવાનો આરોપ કરીને ચિરાગ(દર્શન ગુજ્જર) ની ધરપકડ કરે છે. ચિરાગ નાણાકીય સુધારવા માટે શોર્ટકટ લેવા માટે બદનામ છે, પરંતુ પુષ્પા માને છે કે તેનો પુત્ર આ વખતે નિર્દોષ છે અને આ ગુનામાં તેનો કોઇ ભાગ નથી.સોનલ (ભકિત રાઠોડ) સાથે તેના સંબંધ વધુ બગડયા છે. અને તેને અશ્વિનના ભવિષ્ય વિશે ડર છે, કારણકે દીપ્તિના વાલો આખરે તેમના જોડાણ સામે વાંધો ઉઠાવી શકે છે. ચિરાગ નિર્દોષ સાબિત થાય છે અને તેની સામેના આરોપો પડતા મૂકવામાં આવે છે ત્યારે પુષ્પા અધિકારીઓ પાસે જાહેર માફી માગવાની માગણી કરે છે. બધું સમુંસૂતર ચાલતુ઼ હોય ત્યાં ચાલીમાં પાણીની કટોકટી સર્જાય છે. પુષ્પા મામલો પોતાના હાથોમાં લેવા પ્રયાસ કરે છે અને સમસ્યા ઉકેલવા માટે તે બીએમસીના કર્મચારીઓને ઠપકો આપે છે. આખી ચાલી પાણીની કટોકટી માટે તેને જવાબદાર ઠરાવે છે અને માફી માગવા કહે છે.

(3:09 pm IST)