સોની સબ પરની સિરીયલ મેડમ સરમાં સંતોષનું અપહરણ થતા તપાસમાં હાડપિંજર
(કેતન ખત્રી) અમદાવાદઃ ઘણા બધા વિલઁબ, ખચકાટ અને ચૂકી જવાયેલી તકો બાદ ચીતાહ (પ્રિયાંશુ સિંહ) આખરે સાહસ ભેગું કરે છે અને સંતોષ(ભાવિકા શર્મા) પ્રત્યે પોતાની લાગણીઓ કબૂલ કરે છે. બીજી બાજુ આવી બાબતો માટે પોતાને સમય નથી એવું કહીને તેને નકારી કાઢે છે. સંપોષનું તે પછી અપહરણ થાય છે. અને અમર વિદ્રોહી (સાવી ઠાકુર)ને અપહરણના કેસની તપાસ સોપવામાં આવે છે. તપાસ દરમિયાન અમરને એવું ધ્યાનમાં આવે છે કે સંતોષ એન્ટીડિપ્રેસન્ટ દવાઓ લેતી હતી. તેમને ઊંઘવાની ગોળીઓની આખી સ્ટ્રિપ પણ મળે છે અને તપાસ આગળ વધે તેમ આત્મહત્યાની શકયતાનું તપાસનું પાસુ તપાસે છે. હસીના (ગુલકી જોશી)ને ગોળીઓ વિશે ચિંતા થાય છે અને તપાસ કરવા માગે છ, પરંતુ અમર કેસ જોતો હોવાથી તે આવું કરી શકતા નથી. જોકે તે બિન–સત્તાવાર રીતે તે દિશામાં તપાસ કરે છે અને સંતોષે એક મહિલા પાસેથી ગોળીઓ પ્રાપ્ત કરી હતી તે શોધી કાઢે છે. તે મહિલાની પૂછપરછ કરતાં હસીનાને જાણવા મળે છે કે સંતોષ તેની નિયમિત ગ્રાહક હતી, પરંતુ મહિલા ખોટું બોલે છે અને કશુંક છુપાવી રહી છે. દરમિયાન ચીતાહ પણ સંતોષને શોધવાના પ્રયાસ કરે છે.
સંતોષ શર્માની ભૂમિકા ભજવતી ભાવિકા શર્મા કહે છે. ''સંતોષના અપહરણ્થી આખા પોલીસ થાણાને આંચકો લાગે અને તપાસમાં એ બહાર આવે છે કે તેના ફ્રેન્ડ્સ આ વિશે અજાણ હતા. આપણે માનસિક આરોગ્યના મુદ્દાઓને કઇ રીતે ધરીએ છીએ તે આ દર્શાવે છે અને મને આશા છે કે તેની સાથે સંકળાયેલો આભટછેટ આનાથી દૂર થશે.''