ડોન 3માં અમિતાભ અને શાહરૂખ ખાન સાથે નજરે પડશે રણવીર સિંહ
મુંબઈ: બારોટ દ્વારા નિર્દેશિત એક્શન-થ્રિલર ફિલ્મ ડોન 1978માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ઝીનત અમાન, પ્રાણ અને ઇફ્તેખારે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મની વાર્તા અમિતાભ બચ્ચન દ્વારા ભજવવામાં આવેલા મોસ્ટ વોન્ટેડ ડોનની આસપાસ ફરે છે. આમાં તે ડબલ રોલમાં હતો. ચંદ્ર બારોટ અને નરીમાન ઈરાની પહેલા સલીમ-જાવેદ પાસેથી ડોનની સ્ક્રિપ્ટ ખરીદવા કોઈ તૈયાર નહોતું. પરંતુ નરીમાન ઈરાની અને બારોટે આ સ્ક્રિપ્ટ પર ક્લાસિક બનાવ્યું. સમય પલટાયો અને ફિલ્મના પટકથા લેખક જાવેદ અખ્તરના પુત્ર ફરહાન અખ્તરે આ ફિલ્મ રિમેક કરી. ફરહાન અખ્તરે અત્યાર સુધીમાં બે ભાગ બનાવ્યા છે અને હવે ત્રીજા ભાગની તૈયારી કરી રહ્યો છે. લોકપ્રિય ફિલ્મ ડોનનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. પ્રાપ્ત સમાચાર મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન એકસાથે જોવા મળી શકે છે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સિક્વલ માટે પ્લાનિંગ કરી રહી છે. સાથે જ ફરહાને પણ સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે.