ફિલ્મ જગત
News of Friday, 24th September 2021

ફિલ્મમાં કામ મળતાં અર્શીનું સપનુ પુરું

ટીવી પરદેથી વધુ એક અભિનેત્રી મોટા પરદે પહોંચી છે. ટીવી પરદે બોલ્ડ અભિનેત્રીની છાપ ઉભી કરનાર અર્શી ખાનને બોલીવૂડમાં ફિલ્મ મળી છે. ત્રાહિમામ નામની આ ફિલ્મથી તે રૂપેરી પરદે આવી રહી છે. અર્શીએ કહ્યું હતું કે લાંબા સમયથી બોલીવૂડની ફિલ્મ કરવાનું મારુ સપનુ હતું એ સાચુ પડી રહ્યું છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મને બોલીવૂડની ફિલ્મ મળી ચુકી છે. હું ભાવુક છું અને થોડી ચિંતામાં પણ છું. હું મારી જાતને ધન્ય અનુભવી રહી છું. આ ફિલ્મના નિર્દેશક દુષ્યંત પ્રતાપસિંહ છે. ફિલ્મમાં પંકજ બેરી, રાજૂ ખેર, આદિ ઇરાની સહિતના કલાકારો પણ છે. અર્શીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં દર્શકો મને બિલકૂલ અલગ જ અવતારમાં જોઇ શકશે. ચંપા નામની ગામડાની છોકરીનો રોલ હું નિભાવી રહી છું. આ એક ખુબસુરત કહાની સાથે મહિલાપ્રધાન ફિલ્મ પણ છે. અર્શી ઇશ્ક મેં મરજાવા અને સાવિત્રીદેવી કોલેજ એન્ડ હોસ્પિટલ સહિતના ટીવી શો કરી ચુકી છે. બિગ બોસમાં પણ ભાગલ લઇ ચુકી છે.

(10:19 am IST)