ફિલ્મ જગત
News of Thursday, 24th November 2022

ઘણી વસ્‍તુઓ શીખવી પડી હતીઃ આયુષ્‍યમાન

આયુષમાન ખુરાનાએ બોલીવૂડમાં પોતાના અભિનય અને અનોખા વિષય ધરાવતી ફિલ્‍મો દ્વારા મોટી સફળતા મેળવી છે. હવે તે એક્‍શન હીરો તરીકે જોવા મળશે. તે હાલમા ‘એન એક્‍શન હીરો' નામની ફિલ્‍મ કરી રહ્યો છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્‍મમાં કામ કરીને મને એમ લાગ્‍યું છે કે હું એકડે એકથી મારી કારકિર્દી આરંભી રહ્યો છું. આયુષ્‍યમાને અત્‍યાર સુધી મોટે ભાગે સામાજીક સંદેશા આપતી ફિલ્‍મો કરી છે અને લગભગ આવી તમામ ફિલ્‍મો સફળ નિવડી છે.  પણ હવે તે હવે પહેલી વાર એક્‍શન ફિલ્‍મ કરતો જોવા મળશે. આ ફિલ્‍મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્‍યું છે. આયુષમાને કહ્યુ કે મેં પહેલા આવી એક પણ ફિલ્‍મ નહોતી કરી. એ કારણે મારે આ ફિલ્‍મ માટે ઘણી વસ્‍તુઓ શીખવી પડી હતી. મને આ ફિલ્‍મ કરવાની ખુબ જ મજા આવી હતી અને મને આશા છે કે દર્શકોને આ ફિલ્‍મ પસંદ પડશે. આ પાત્ર એકદમ અલગ છે. માનવ એકમદ બગડેલો અને મૂડી હોય છે. આથી તેનું પાત્ર ભજવવા માટે મારે અલગ વ્‍યક્‍તિ બનવું પડયું હતું.

(10:11 am IST)