ફિલ્મ જગત
News of Thursday, 24th November 2022

સંજય કપુરની પુત્રી સનાયા કપુરે ટોપલેસ થઇ ફોટોશુટ કરાવ્‍યુઃ ઇન્‍સ્‍ટાગ્રામ પર તસ્‍વીરો શેર કરી

તમામ તસ્‍વીરમાં સનાયા વધુ રિવીલિંગ હોવાથી ફેન્‍સે અવનવી કોમેન્‍ટ કરી

મુંબઇઃ સોશ્‍યલ મીડિયામાં એક્‍ટીવ રહેતી શનાયા કપુરે શરમ છોડી ટોપલેસ તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરી છે. દર્શકો તસ્‍વીરો જોઇ અવનવી કોમેન્‍ટ કરવા લાગ્‍યા છે.

આગામી વર્ષે ઘણા બધા સ્ટાર કિડ્સ ઇંડસ્ટ્રીમાં પગ મુકવા જઇ રહ્યા છે અને તેમાં સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી, શનાયા કપૂર પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ, શનાયાએ તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર પોતાના એકદમ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેની સામે દિશા પટણી અને ઇશા ગુપ્તાની બોલ્ડનેસ પણ ઝાંખી પડી જશે. શનાયાએ ટોપલેસ થઇને હદ પાર બોલ્ડનેસ બતાવી છે... 

સંજય કપૂરની પુત્રી, શનાયા કપૂર સોશિયલ મીડિયા પર પોતાની તસવેરેઓ ખૂબ જલદી જલદી શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે શનાયા જલદી ધર્મા પ્રોડક્શન્સ સાથે ઇંડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાની છે. 

શનાયા કપૂર આ ફોટામાં ટોપલેસ થઇને પોઝ કરી રહી છે. પોતાને ઢાંકવા માટે આ હસીનાને 'Balenciaga'બ્રાંડની ડેનિમ જેકેટને ઉંધુ કરીને પહેરેલું છે. શનાયાના વાળ પણ ખુલ્લા છે અને ચહેરા પર લાઇટ મેકઅપ છે. 

શનાયા આ ફોતામાં પોતાની જેકેટના અડધા ભાગને મુઠ્ઠીમાં પકડેલું છે અને તેને ઉપાડેલું છે. શનાયાએ નીચે લૂઝ ડેનિમ જીન્સ પહેરેલું છે. સાઇડ પ્રોફાઇલમાં હવામાં ઉડતા વાળ તેમના સુંદર લુકને વધુ ખરાબ બનાવી રહ્યો છે. 

શનાયાનો બોલ્ડ લુક જોઇ ફેન્સમાં હલચલ મચી ગઇ છે. તમને જણાવી દઇએ કે આ ફોટામાં સંજય કપૂરની પુત્રી ખૂબ સેક્સી લાગી રહી છે અને તેમની પોસ્ટ પર તેમના મિત્રો સહિત ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. 

તમામ ફોટામાંથી આ ફોટામાં શનાયા સૌથી વધુ રિવીલિંગ પોઝમાં છે. શનાયાના આ ફોટોશૂટમાંથી આ પ્રૂવ થઇ જાય છે કે હસીના બોલ્ડનેસમાં મોટી મોટી અભિનેત્રીને માત આપી શકે છે. શનાયા ઇન્ડીયન અને વેસ્ટર્ન, બંને પ્રકારના લુક્સને સારી રીતે કેરી કરી શકે છે. 

(6:14 pm IST)