ફિલ્મ જગત
News of Friday, 25th September 2020

એ દિવસની આતુરતાથી રાહ જોઇ રહી છે શાલિની

બોલીવૂડમાં એન્ટ્રી કરી રહેલી યંગ અને બબલી અભિનેત્રી શાલિની પાંડે યશરાજ ફિલ્મ્સ બેનરની 'જયેશભાઇ જોરદાર'માં રણવીરસિંહ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. અગાઉ અર્જુન રેડ્ડીમાં શાલિનીએ પોતાના કામથી ઓળખ ઉભી કરી હતી. તે કહે છે મને વિશ્વાસ છે કે મારા માટે નવું વર્ષ જોરદાર સાબિત થશે. જયેશભાઇ જોરદાર ફિલ્મ થિએટરમાં રિલીઝ થશે અને તેનો ફાયદો પણ મળશે. હું એ દિવસની આતુરતાથી રાહ જોઇ રહી છું. મહામારી પછી લોકો સિનેમા હોલમાં ફરી આવશે અને અમારી ફિલ્મ પણ સિનેમાઘરોમાં જ રિલીઝ થશે તેવી આશા છે. શાલિની કહે છે સમગ્ર ટીમે ફિલ્મ માટે ખુબ મહેનત કરી છે. પણ હવે અમારે એ જોવાનું છે કે અમારી મહેનત દર્શકોને કેટલી પસંદ પડે છે. તાજેતરમાં શાલિનીએ જન્મદિવસ ઉજવ્યો હતો. તે કહે છે મારા માટે બર્થડેનો મતલબ એટલે એ બધા લોકો સાથે સમય વિતાવવો જેને હું ખુબ ચાહુ છું.

(10:30 am IST)