ફિલ્મ જગત
News of Thursday, 24th November 2022

બે ફિલ્‍મોના કામમાં વ્‍યસ્‍ત છે સારા

સારા અલી ખાન ગામડાની યુવતીના લૂકમાં જોવા મળી હતી. આ ફોટો તેણે સોશિયલ મિડીયા ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કર્યો હતો. જેમાં તે ગુલાબી સાડી, હાથમાં બંગડી, કપાળે ચાંદલા સાથે એકદમ ગામડાની ગોરી જેવી દેખાઇ રહી છે. હાલમાં તે બે ફિલ્‍મોના કામમાં સંકળાયેલી છે. જેમાં એક લક્ષમણ ઉતેકરની ફિલ્‍મ છે, જેનું નામ  હજુ જાહેર થયું નથી. ગામડાનો લૂક તેની નવી ફિલ્‍મ માટેનો હોવાનું કહેવાય છે. તે એક ફોટામાં ખેતરમાં ઊભેલી દેખાય છે અને તેની પીઠ દેખાય છે. બીજા ફોટોમાં તે ખાટલા પર બેઠી છે. તો એક ફોટોમાં ખાટલા પર તેની સાથે સ્‍થાનિક લોકો પણ બેઠા છે. ફોટા સાથે કેપ્‍શનમાં તેણે લખ્‍યું છે કે તમે જ્‍યાં જાઓ ત્‍યાંના રંગમાં રંગાઇ જાઓ છો. કેદારનાથ, સિમ્‍બા, લવ આજકલ, કૂલ નંબર વન, અતરંગી રે સહિતની ફિલ્‍મો કરી ચુકેલી સારા ગેસલાઇટ નામની ફિલ્‍મ પણ કરી રહી છે. સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેતી સારાની નવી તસ્‍વીરોને ચાહકોએ ખુબ પસંદ કરી છે.

(10:10 am IST)