News of Thursday, 24th November 2022
ગલવાન વાળા ટ્વીટને લઈને ફસાઈ ૠચા ચઢ્ઢા : માંગવી પડી માફી
મુંબઈ: બૉલીવુડ ૠચા ચઢ્ઢા એ તાજેતરમાં સંભારતીય સેનાનો મજાક બનાવવાના લીધે ઘણી જગ્યાઓ પર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગલવાન ને લઈને તેને એક ટ્વીટ કર્યું હતું જેના પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ કરવામાં આવી હતી. ઋચા સામે દિલ્હી પોલીસની સાઇબર સેલમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેના પછી ઋચાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગલવાન પર કરેલ ટ્વીટને ડીલીટ કરી દીધી છે અને અન્ય ટ્વીટ કરીને બધાની માફી પણ માંગી લીધી છે.
(7:48 pm IST)