ફિલ્મ જગત
News of Friday, 25th November 2022

રણવીરસિંહનો ડબલ રોલઃ આવતા મહિને આવશે સર્કસ

બોલીવૂડમાં સફળતાની ગેરેન્‍ટી મનાતા નિર્માતા નિર્દેશક રોહિત શેટ્ટીની વધુ એક ધમાકેદાર ફિલ્‍મનું શુટીંગ પુરુ કર્યુ છે. કોમેડી ડ્રામા જોનરની આ ફિલ્‍મમાં રણવીરસિંહ વધુ એક વખત રોહિતની સાથે આવ્‍યો છે. અગાઉ આ બંનેએ સિમ્‍બા જેવી સુપરહિટ ફિલ્‍મ આપી હતી. ચાહકો આ ફિલ્‍મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સર્કસમાં  રણવીરસિંહ સાથે પૂજા હેગડે, જૈકલીન ફર્નાન્‍ડીઝ અને વરૂણ શર્મા તથા બીજા અનેક કોમેડિયન કામ કરી રહ્યા છે. રણવીરસિંહે ફિલ્‍મનું શુટીંગ પુરું થઇ ગયાની જાણકારી સોશિયલ મિડીયા પર આપી હતી. ફિલ્‍મ લોકેશનનો ફોટો શેર કર્યો હતો જેમાં રોહિત શર્મા, રણવીર અને વરૂણ શર્મા જોવા મળ્‍યા છે. આ ફિલ્‍મ આગામી ૨૩મી ડિસેમ્‍બરે રિલીઝ થશે. મોટી વાત એ છે કે રણવીરસિંહ ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્‍મ પર તેને ખુબ આશા છે. આમ પણ રોહિતની ફિલ્‍મોમાં ભરપુર મનોરંજનનો મસાલો હોય છે.

(10:31 am IST)