ફિલ્મ જગત
News of Friday, 26th February 2021

દરેક પ્રકારના પાત્રો ભજવવા આર્યા અગ્રવાલની તૈયારી

મુંબઇ તા. ૨૬: સામાન્ય રીતે અભિનેતા અને અભિનેત્રીઓ કારકિર્દીના પ્રારંભે ખુબ પ્રભાવ પડે તેવા પાત્રો ભજવવા તત્પર રહેતાં હોય છે. ત્યારે અભિનેત્રી આર્યા અગ્રવાલે ટીવી શો પ્રેમબંધનમાં ગ્રે-શેડ પાત્રથી પોતાની કારકિર્દી શરૂ કરી છે. દંગલ પરના આ શોમાં આર્યાનું પાત્ર શ્વેતાનું છે. શ્વેતા આ શોમાં ખુબ મહત્વપુર્ણ પાત્ર છે. આર્યા કહે છે મારે દરેક પ્રકારના રોલ નિભાવવા છે. નેગેટિવ-પોઝિટિવ એમ દરેક રોલ હું પસંદ કરુ છું. દરેક કલાકારની ઓળખ તેના પાત્રોને કારણે જ ઉભી થતી હોય છે. જે પાત્રોમાં ઉંડાણ હોય તે હું પસંદ કરુ છું. રાઇટરે કહાની, હિસ્ટ્રી, બેકગ્રાઉન્ડ અને ટ્વિસ્ટ પર સારુ કામ કર્યુ હોય તેવા પાત્રો મને ગમે છે. પછી તે પોઝિટિવ, નેગેટિવ હોય કે કોમેડી હોય, તેમાં ટ્વિસ્ટ હોય તો એ રોલને હું સારો ગણુ છું. પ્રેમબંધન એક સ્વતંત્ર છોકરીની કહાની છે. સોમથી શની સાંજે સાડા સાતે આ શો દર્શાવવામાં આવે છે.

(5:29 pm IST)