ફિલ્મ જગત
News of Friday, 26th February 2021

દીપિકા પાદુકોણની બેગ ચોરવાનો પ્રયાસઃ ભીડમાંથી નીકળતી વખતે ઘટનાઃ અભિનેત્રીના ગાર્ડસે ચોરી થતી અટકાવી

નવી દિલ્હી: આપણે ચોરી, બેગ ખેંચવાના સમાચારો તો સાંભળતા જ હોઈએ છીએ. પરંતુ એક બોલીવુડ સ્ટાર સાથે આવું કઈ થાય તો તમને સાંભળવામાં કેવું લાગે? ચોંકી જવાય. બેગ સ્નેચિંગ, અને ચોરીની ઘટનાઓથી હવે સામાન્ય માણસ તો શું સેલેબ્સ પણ સેફ નથી. દીપિકા પાદુકોણ પણ આવી જ એક વારદાતનો ભોગ બનતા બચી છે.

દીપિકા સાથે થયું બેગ સ્નેચિંગ

દીપિકા પાદુકોણ સાથે ભીડમાં બેગ સ્નેચિંગની ઘટના ઘટી. ભીડમાં કોઈએ તેની બેગ ખેંચવાની કોશિશ કરી. અભિનેત્રીએ પોતાની બેગ ખેંચી. આ બધા વચ્ચે બચાવમાં અભિનેત્રી સાથે રહેલા ગાર્ડ્સે જેમ તેમ કરીને અભિનેત્રીની  બેગ બચાવી લીધી. આ ઘટના બાદ દીપિકા પાદુકોણ પરેશાન જોવા મળી.

વીડિયો આવ્યો સામે

વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો કે દીપિકા ભીડથી બચતી જોવા મળી રહી છે. તે સમયે ખુબ ભીડ છે. લોકો તેની સાથે ફોટા લેવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોઈ વ્યક્તિએ દીપિકાની બેગ ખેંચવાનો પ્રયત્ન કર્યો. ભીડ એટલી બધી હતી કે દીપિકાને બહાર નીકળવા માટે જગ્યા નહતી મળતી. આ ઘટનાથી દીપિકા ખુબ પરેશાન થઈ ગઈ. દીપિકા તરત જ ગાડીમાં બેસી ગઈ અને ચોંકીને પોતાની બેગ પણ ચેક કરી.

ફેન્સ થયા પરેશાન

આ ઘટનાએ બધાને પરેશાન કરી દીધા છે. આ વીડિયો પર ખુબ રિએક્શન આવી રહ્યા છે. લોકો ચોંકી ગયા કે આવું એક સેલેબ સાથે થઈ ગયું. અનેક લોકો વીડિયો પર કોમેન્ટ કરીને દીપિકાના હાલચાલ જાણવા માંગે છે. કેટલાક લોકો સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલ ખડા  કરી રહ્યા છે.

ફોટોશૂટ માટે આવી હતી દીપિકા

અત્રે જણવવાનું કે દીપિકા પાદુકોણ એક ફોટોશૂટ માટે આવી હતી. કહેવાય છે કે આ દરમિયાન રણવીર સિંહ પણ તેની સાથે હતો. દીપિકા ખુબ ગ્લેમરસ લાગતી હતી. તેણે બ્લેક રગ્ડ  જીન્સ અને ડાઈ સ્ટાઈલ શર્ટ ઓપન કરીને પહેર્યું હતું. તેની સાથે હાઈ હીલ અને રેડ સ્લિંગ બેગ પેર કર્યા હતા.

(5:30 pm IST)