એન્થની હોપકિન્સને બેસ્ટ એક્ટર, ફ્રાંસેસ મેકડોર્મેન્ડને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડઃ ઈરફાન ખાનને અપાઈ શ્રદ્ધાંજલિ
આ વર્ષે ઓસ્કાર એવોર્ડસ૨૦૨૧ ક્લો ઝાઓના નામે રહ્યોઃ તે બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કાર અવોડર્સ જીતનારી બીજી મહિલા બની ગઈ છે
નવી દિલ્હી, તા.૨૬: દુનિયાના સૌથી મોટા અવોર્ડ એટલે કે ઓસ્કાર અવોર્ડ ૨૦૨૧ નો ઈંતઝાર ફેન્સ દ્યણા સમયથી કરી રહ્યા હતા. આ વખતે આ અવોર્ડ મોડેથી શરૂ થયો. જેનું કારણ કોવિડ-૧૯. તેની સાથે જ આ વર્ષે આ સિરેમની ઘણી અલગ રહી. કેમ કે આ વખતે કોઈ હોસ્ટ કે કોઈ ઓડિયન્સ ન હતું. શો ડોલ્બી થિયેટરમાં બ્રોડકાસ્ટ થયો હતો. આ અવોર્ડ શોમાં ક્લો ઝાઓએ ધૂમ મચાવી દીધી. તેને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ મળ્યો. અને તેની સાથે જ તે બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કાર અવોર્ડ જીતનારી બીજી મહિલા બની ગઈ છે.
બેસ્ટ ડાયરેક્ટરઃ ક્લો ઝાઓ, Nomadland, બેસ્ટ પિક્ચર: Nomadland
બેસ્ટ ફીચર ફિલ્મ - ક્લો ઝાઓ, Nomadland, બેસ્ટ એક્ટર - એન્થની હોપકિન્સ (ધ ફાધર)૪ એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ - ફ્રાંસેસ મેકડોર્મેડ (ફિલ્મ Nomadland ) બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ફાઈટ ફોર યૂ, બેસ્ટ ઓરિજિનલ સ્કોર - એનિમેટેડ ફિલ્મ Soul, હ્યુમેનીટેરિયન અવોર્ડ - ટાયલર પેરી, બેસ્ટ વિઝ્યૂઅલ ઈફેક્ટ - ટેનેટ (Tenet) બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી - સાઉથ કોરિયન અભિનેત્રી Yuh-Jung Youn, બેસ્ટ ફિલ્મ એડિટિંગ - રિઝ અહમદની સાઉન્ટ ઓફ મેટલ, બેસ્ટ સિનેમેટોગ્રાફી - ગેરી ઓલ્ડમેન સ્ટારર Mank માટે Erik Messerschmidt, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - ડાયરેક્ટર David Fincherની ફિલ્મ Mank, બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ - નેટફિ્લક્સની ફિલ્મ My Octopus Teacher, બેસ્ટ ડોક્યુમેન્ટ શોર્ટ સબ્જેક્ટ - Colette, બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - Soul, બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - If Anything Happnes I love You, બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ - Two Distant Strangers, બેસ્ટ સાઉન્ડ - રિઝ અહમદની સાઉન્ડ ઓફ મેટલ, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - ફિલ્મ Nomadlandના ડાયરેક્ટર Chloe Zhaં, બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ - Sergio Lopez- Rivera, Mia Neal, Jamika Wilsonના ફિલ્મ Ma Rainey’s Black Bottom, બેસ્ટ કોસ્ચ્યુમ - Ann Roth¨Ç Ma Rainey’s Black Bottom માટે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - બ્રિટીશ આફ્રિકન સ્ટાર Daniel Kalluuya, બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ - Another Round (ડેન્માર્ક ફિલ્મ), બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે - ક્રિસ્ટોફર હેમ્પટન અને ડાયરેક્ટર Florian Zeller (Anthony Hopkins ફિલ્મ), બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - ડાયરેક્ટર Emrald Fennel
ઓસ્કાર્સ ઈન મેમોરિયલ સેક્શનમાં હોલીવુડ સ્ટાર્સ ચેડવિક બોસમેન, સિસલી ટાયસન અને ક્રિસ્ટોફર પ્લમર સાથે ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સ્ટાર્સને આપણે ૨૦૨૦-૨૦૨૧માં ગુમાવ્યા છે.