News of Friday, 26th November 2021
83નું ટીઝર રિલીઝ : આ વર્ષની બીજી 200 કરોડની ફિલ્મ
મુંબઈ: રોહિત શેટ્ટીની સૂર્યવંશી કોવિડ-19ને કારણે સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મોમાંની એક હતી, તો બીજી તરફ ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83 પણ સિનેમાઘરો ખુલવાની રાહ જોઈ રહી હતી. થિયેટરો ખુલી ગયા છે અને દર્શકો આવવા લાગ્યા છે. સૂર્યવંશીની સફળતા બાદ કબીર ખાનની ફિલ્મ 83 બોક્સ ઓફિસને મોટી સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે, આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક્ટર રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ 83નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંનેએ આ ટીઝર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.
(6:09 pm IST)