ફિલ્મ જગત
News of Saturday, 26th November 2022

બોલિવુડ કપલ બિપાસા બાસુ અને કરણસિંહ ગ્રોવરે પોતાની પુત્રીની તસ્‍વીર પ્રથમ વાર ઇન્‍સ્‍ટાગ્રામમાં શેર કરીઃ ગોદમાં લઇ પોઝ આપ્‍યા

બિપાસા બસુએ કેપ્‍શનમાં લખ્‍યુ કે, સ્‍વીટ બેબી એન્‍જલ બનવાની રેસીપીમાં છે

મુંબઇઃ અભિનેત્રી બિપાસા બાસુએ 12 નવેમ્‍બરે બેબીને જન્‍મ આપ્‍યો હતો. પુત્રીના જન્‍મના થોડા કલાકો પછી બિપાસાએ અને કરણસિંહે સોશ્‍યલ મીડિયામાં તસ્‍વીર શેર કરી ફેન્‍સને ખુશ કર્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તાજેતરમાં જ એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે. બિપાશાની પુત્રી 'દેવી'ના જન્મ બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને અભિનંદન પાઠવ્યા. દેવીના આગમન બાદ બિપાશાના ઘરમાં ખૂબ જ ઉજવણી થઈ રહી છે. બિપાશા અને કરણની દીકરીની એક ઝલક જોવા ચાહકો ક્યારના રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બિપાશાએ ચાહકોની આ ઈચ્છા પણ પૂરી કરી છે. તેણે પોતાની પુત્રી દેવીની તસવીર પોસ્ટ કરી છે. દેવીની તસવીર ચાહકોનું દિલ જીતી રહી છે.

બિપાશા-કરણે દેખાડી દીકરી દેવીની ઝલક

બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરી દેવીની પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં બિપાશા સાથે તેનો પતિ કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને બારી પાસે પોતાની દીકરીને ગોદમાં લઈને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે કરણે દીકરીનો હાથ પકડી રાખ્યો છે. બીજી તરફ, બિપાશા તેની પ્રિય પુત્રીને જોઈ રહી છે. આ તસવીર પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે દીકરીના જન્મ બાદ તેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.

કપલે આ રીતે છુપાવ્યું મોઢું

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ચાહકોને પુત્રી દેવીની ઝલક દેખાડી દીધી છે, પરંતુ તેઓએ હજુ સુધી તેમની નાની દેવીનો ચહેરો જાહેર કર્યો નથી. બંનેએ દીકરીના ચહેરા પર મોટા દિલની ઇમોજી બનાવીને તેને સંપૂર્ણપણે છુપાવવાની કોશિશ કરી છે. આ ફોટો સાથે બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'સ્વીટ બેબી એન્જલ બનાવવાની રેસિપી છે'. આ સાથે તેણે લખ્યું, 'તમારો ક્વાર્ટર કપ, મારો ક્વાર્ટર કપ, અડધો કપ માતાના આશીર્વાદ, જાદુંની થોડીક ટોપિંક, મેઘધનુષ્યના 3 ટીપાં, એન્જલ ધૂળ, યુનિકોર્ન સાથેની ચમક અને તમામ દૈવી વસ્તુઓ અને સ્વાદનુસાર સુંદરતા અને Yumminess।'

તમને જણાવી દઈએ કે બિપાશાએ 12 નવેમ્બરે એક બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે, પુત્રીના જન્મના થોડા કલાકો પછી બિપાશા અને કરણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબર આપી હતી.

(5:28 pm IST)