ફિલ્મ જગત
News of Friday, 27th January 2023

‘ગદર ૨'નો ફર્સ્‍ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્‍યું- હિંદુસ્‍તાન ઝિંદાબાદ

તારા સિંહની આંખોમાં ગુસ્‍સો દેખાય છેઃ તેના હાથમાં હથોડી છે અને તેણે કાળા કપડાની સાથે લીલી પાઘડી પણ પહેરી છેઃ આ રીતે ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્‍યો છે કે તે તેના દુશ્‍મનોને નિંદ્રાધીન રાતો આપવા જઈ રહ્યો છે

મુંબઇ,તા. ૨૭: સની દેઓલની ફિલ્‍મ ‘ગદર ૨'નું ફર્સ્‍ટ લૂક પોસ્‍ટર રિલીઝ કરવામાં આવ્‍યું છે. ગદરમાં જયાં સની દેઓલ એટલે કે તારા સિંહના હાથમાં હથોડી જોવા મળે છે, જેમણે હેન્‍ડપંપ ઉખાડી નાખ્‍યો હતો અને થિયેટરોમાં દર્શકોને ગુસબમ્‍પ્‍સ આપ્‍યા હતા. તારા સિંહની આંખોમાં ગુસ્‍સો દેખાય છે. તેના હાથમાં હથોડી છે અને તેણે કાળા કપડાની સાથે લીલી પાઘડી પણ પહેરી છે. આ રીતે ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્‍યો છે કે તે તેના દુશ્‍મનોને નિંદ્રાધીન રાતો આપવા જઈ રહ્યો છે. આ પોસ્‍ટર તેના ભાઈ બોબી દેઓલે શેર કર્યું છે.

સની દેઓલની ‘ગદર ૨'નું પોસ્‍ટર શેર કરતાં બોબી દેઓલે લખ્‍યું, ‘હિન્‍દુસ્‍તાન ઝિંદાબાદ હૈ! હિન્‍દુસ્‍તાન ઝિંદાબાદ થા! ઔર ઝિંદાબાદ રહેગા. આ સ્‍વતંત્રતા દિવસે ગદર ૨, ૧૧ ઓગસ્‍ટ ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ રહી છે. અનિલ શર્મા ગદર ૨નું નિર્દેશન કરી રહ્યા છે અને અમીષા પટેલ સાથે ઉત્‍કર્ષ શર્મા પણ તેમની સાથે જોવા મળશે. આ ફિલ્‍મના શૂટિંગ સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા સમયથી શેર કરવામાં આવી રહી હતી.

ગદર ૨નું પોસ્‍ટર શેર કરતાં સની દેઓલે લખ્‍યું, શ્નહિન્‍દુસ્‍તાન ઝિંદાબાદ હૈ... ઝિંદાબાદ થા... ઔર ઝિંદાબાદ રહેગા! આ સ્‍વતંત્રતા દિવસ પર, અમે બે દાયકા પછી ભારતીય સિનેમાની સૌથી મોટી સિક્‍વલ લાવી રહ્યા છીએ. ગદર ૨, ૧૧ ઓગસ્‍ટે રિલીઝ થવા જઈ રહી છે.

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદરઃ એક પ્રેમ કથા ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. ફિલ્‍મમાં અમીષા પટેલ, સની દેઓલ અને અમરીશ પુરી પણ હતા. આ ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને તે વર્ષની બ્‍લઓકબસ્‍ટર ફિલ્‍મોમાં સામેલ થઈ હતી. ૧૯ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્‍મે બોક્‍સ ઓફિસ પર ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. આ રીતે, હવે ચાહકોને ગદર ૨ પાસેથી પણ ઘણી આશાઓ છે.

(10:44 am IST)